આમોદ ખાતે અમૃત મહોત્સવ તેમજ ગાંધી જયંતિ નિમિત્તે સાયકલ રેલી આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું.
અમૃત મહોત્સવને ૭૫ વર્ષ તેમજ ગાંધી જયંતિના ૧૫૨ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદથી યુવાનોએ સાયકલ રેલી યોજી આમોદ આવી પહોંચ્યા હતા. સાયકલ રેલીના આગેવાન જીગ્નેશ પટેલે જણાવ્યું હતુ કે ગાંધીજીએ આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને દેશને આઝાદી મળી હતી તેવી રીતે અમે હાલ સ્વાસ્થ્ય ગ્રહ જાગૃતિ માટે સાયકલ રેલી યોજી લોકોને જાગૃત કરી રહ્યા છે.
સાયકલ રેલીનો મુખ્ય હેતુ અમે લોકો સ્વાથ્ય માટે જાગૃત બને એ માટે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી નહીં રાખીએ તો આપને મહામારીનો શિકાર બનીશું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિદેશી વસ્તુઓ નો ત્યાગ કરી સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને અપીલ કરી હતી. સ્વદેશી વસ્તુઓ અપનાવવા થી આપણા દેશનું અર્થતંત્ર ધબકતું રહેશે એમ તેઓએ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન પણ દેશની જનતાને સ્વદેશી વસ્તુઓ અપનાવવા સંદેશ આપ્યો છે. એમ તેઓએ જણાવ્યું હતુ.
