ભરૂચ: સિવિલ હોસ્પિટલ પ્રવેશતાની સાથે જાણી શકાશે ક્યાં કેટલા બેડ ખાલી છે, જુઓ શું કરાઇ નવી વ્યવસ્થા

New Update
ભરૂચ: સિવિલ હોસ્પિટલ પ્રવેશતાની સાથે જાણી શકાશે ક્યાં કેટલા બેડ ખાલી છે, જુઓ શું કરાઇ નવી વ્યવસ્થા

ભરૂચ સિવિલમાં ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડની સુવિધા અને કેટલી જગ્યા ખાલી છે તે અંગે માહિતી દર્શાવતુ ડિસ્પ્લે મોનીટર સ્ક્રીન લાઈવ ડેટા સાથે મુકવામાં આવ્યું છે.


ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાય રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણ દર્દીઓથી ભરૂચની તમામ હોસ્પિટલો ઉભરાતા દર્દીઓને સારવાર માટે કયા દવાખાનામાં કેટલા બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન ઉપલબ્ધ થશે તેની સંપૂર્ણ વિગત સાથેનું ડિજિટલ બોર્ડ સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવ્યું છે. આ ડિજિટલ બોર્ડ પર ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલોની સંપૂર્ણ માહિતી દર્શાવામાં આવી છે જેથી કોઈપણ દર્દીનો સમય વેડફયા વગર હોસ્પિટલમાં ખસેડી સમયસર સારવાર મળી રહે તેવી વહીવટી તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે. આ ડિજિટલ બોર્ડ સમય-સમય પર કોવિડ હોસ્પિટલની જાણકારીનું લાઈવ અપડેટ બતાવવામાં આવશે.

Latest Stories