• ભરૂચ જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ

  • ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો

  • વૃક્ષ- વીજપોલ ધરાશાયી થવાની અનેક ઘટના

  • ભરૂચમાં રેલવેના કેબલ પર વૃક્ષ પડતા આગ

  • અંકલેશ્વરમાં ચાલુ વરસાદે વીજપોલ ધરાશાયી

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષ અને વીજપોલ  ધરાશયી થવાની તેમજ શોર્ટ સર્કિટની કુલ 5થી વધુ ઘટનાઓ બની હતી. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાય થવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી.
સૌ પ્રથમ વાત કરીએ તો શહેરના લિંક રોડ પર જય નારાયણ સોસાયટી પાસે કાર પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ બનાવવામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ ભરૂચના જ લીમડીચોક નજીક વૃક્ષ ધરાશયી થતા વીજળી ડુલ થઈ ગઈ હતી. જેમાં રીક્ષા સહિત 3 વાહનો દબાઈ ગયા હતા.આ તરફ શહેરના જંબુસર બાયપાસ રોડ પર રેલવે કેબલ પર વૃક્ષ ધરાશઇ થતા શોર્ટ સર્કિટની ઘટનાના પગલે આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ તરફ અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાઇ થઈ જતા આગ ફાટી નીકળી હતી. વરસતા વરસાદ વચ્ચે જ આ દુર્ઘટના બની હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના ચૌટા નાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું.આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.