ભરૂચ : કોરોનાથી સાજા થયેલી મહિલાને થયો પેટમાં દુખાવો, જુઓ કેમ કાપવું પડયું આંતરડું

ભરૂચ : કોરોનાથી સાજા થયેલી મહિલાને થયો પેટમાં દુખાવો, જુઓ કેમ કાપવું પડયું આંતરડું
New Update

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ મ્યુકોરમાયકોસીસના ભરડામાં સપડાય રહયાં છે તેવામાં દર્દીઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યાં છે. ભરુચની એક મહિલાના આંતરડામાં મેઝેન્ટ્રિક થોમ્બોસીઝ અને ઇન્ટરસ્ટાઇન ગેંગરે જોવા મળતાં ઓપરેશન કરી આંતરડુ 2 ફુટ જેટલું કાપવાની ફરજ પડી છે.

કોરોના મહામારીમાંથી સાજા થયાં છે તે લોકોને કોરોના સાથે બ્લેક ફંગ્સ, વ્હાઈટ ફંગ્સ તથા મ્યુકરમાઇકોસીસના રોગો જોવા મળી રહયાં છે. પરંતુ ભરૂચમાં વધુ એક મહિલા દર્દીને મેઝેન્ટ્રિક થોમ્બોસીઝ અને ઇન્ટરસ્ટાઇન ગેંગરે જોવા મળતાં ચિંતાનો માહોલ છે. સદનસીબે આ મહિલાની સફળ સર્જરી કરી સડી ગયેલાં આંતરડાને દુર કરી દેવામાં આવ્યું છે. ભરૂચની ઝિલ સર્જીકલ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક મહિલા પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવી હતી. તબીબે તપાસ કરતાં તેમના આંતરડામાં સમસ્યા હોવાનું જણાયું હતું.

મહીલાની સોનોગ્રાફી અને એકસ રે કઢાવવામાં આવતાં મેઝેન્ટ્રિક થોમ્બોસીઝ અને ઇન્ટરસ્ટાઇન ગેંગરે તેમના આંતરડામાં જોવા મળ્યાં હતાં. તેમના આંતરડાનો કેટલોક ભાગ સડી ગયો હતો. તબીબ ડૉ. જયંતિ વસાવાએ સફળ સર્જરી કરીને બે ફુટ જેટલું આંતરડુ કાપી નાંખવામાં આવ્યું છે. મહિલા દર્દી કોરોનાથી સંક્રમિત થયા હતાં અને કોરોનાને મ્હાત આપી હતી.

#Bharuch #Bharuch News #Connect Gujarat News #Corona Virus Bharuch #Mucormycosis
Here are a few more articles:
Read the Next Article