• ઝઘડિયા જીઆઇડીસીનો બનાવ

  • સેન્ટ ગ્લોબિન કંપનીમાં સર્જાય દુર્ઘટના

  • કાચની સ્લાઈડ કામદાર પર પડી

  • કામદારને ગંભીર ઇજા પહોંચી

  • સારવાર દરમ્યાન મોત નિપજ્યું

ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી અને કાચ બનાવતી સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીમાં કામ કરતો 25 વર્ષથી આકાશ વસાવા કાચની સ્લાઈડનો મોટો જથ્થો ટ્રકમાં  લોડ કરી રહ્યો હતો તે દરમિયાન તેના પર કાચની સ્લાઈડ પડતા તે ગંભીર રીતે ઇજાગ્રત થયો હતો.કામદારને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બનાવની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.