/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/24134532/maxresdefault-183.jpg)
માનવીઓની તબીબી સારવારની જેમ પ્રાણીઓની ચિકિત્સાને પણ મહત્વ મળે તે માટે દર વર્ષે 24મી એપ્રિલના રોજ વર્લ્ડ વેટરીનરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં કાર્યરત એનિમલ એમ્બયુલન્સના સ્ટાફે કેક કાપી આ દિવસની ઉજવણી કરી હતી.
શનિવાર તારીખ 24મી એપ્રિલના રોજ વર્લ્ડ વેટરીનરી ડે નિમત્તે 1962 એનિમલ એમ્બ્યુલન્સના સ્ટાફે કેક કાપી હતી. જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવી છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડેની ઉજવણી કરવામાં આવે છે.
પશુ તથા પક્ષીઓની સારવાર કરતાં તબીબોને વેટરનરી ડોકટર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ઘવાયેલા પશુઓ અને પક્ષીઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એનિમલ એમ્બયુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના માટે લોકોએ 1962 નંબર ડાયલ કરવાનો રહે છે. ભરૂચમાં વડદલા ખાતે આવેલાં પશુ દવાખાનામાં વર્લ્ડ વેટરનરી ડેની કેક કાપી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ડૉ. નિરજ સિંગ, પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર સહિતો સ્ટાફ હાજર રહયો હતો.