ભરૂચ શહેર અને જિલ્લામાં અધર્મ ઉપર ધર્મ અને બૂરાઇ ઉપર અચ્છાઇના વિજયના પર્વ નિમિત્તે ભાવભેર હોલીકા દહન કરવામાં આવ્યું હતું.વિધિવત પૂજન વિધિ સાથે હોલિકા નું પૂજન કરી હોલિકાદહન કરવામાં આવ્યું હતું . મહિલાઓએ પરંપરાગત રીતે હોળી માતાનું પૂજન, અર્ચન કર્યું હતું. અને હોલિકાની પ્રદક્ષિણા કરી હતી આસુરી શકિત પર દૈવી શકિતનો વિજયના પ્રતિક એવા હુતાશણીના પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેર અને જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના દાંડિયા બજાર ખાતે વર્ષોથી હોલિકા દહન કરવામાં આવે છે, આજરોજ વિધિવિધાન સાથે હોલિકાનું પૂજન અર્ચન કરી મુહૂર્ત માં હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને કોરોનારૂપી માહામારી હોલિકા સાથે જ વિશ્વમાંથી નષ્ટ પામે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.