ભરૂચના આમોદ તાલુકામાં નેશનલ હાઈવે-64 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સમની-તણછા ગામ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 22 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. નિણમ ગામના 22 વર્ષીય નિશાંત પિનાકીન પટેલ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સમની-તણછા ગામ વચ્ચે નેશનલ હાઈવે-64 પર તેઓ આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે ભટકાય ગયા હતા.

અકસ્મતમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.22 વર્ષીય યુવકના અકાળે મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.