-
ભરૂચ યુવા ભાજપનું પ્રદર્શન
-
રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ
-
એ.આઈ.સમીટમાં થયેલ પ્રદર્શનનો વિરોધ
-
પોલીસે પૂતળું બળતા અટકાવ્યા
-
યુવા ભાજપના કાર્યકરો જોડાયા
ભરૂચ: યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કરાયો પ્રયાસ, AI સમીટમાં કોંગ્રેસે વૈશ્વિક નેતાઓ સમક્ષ કરેલા પ્રદર્શનનો વિરોધ
ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ AI સમિટમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટી-શર્ટ કાઢી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ ભાજપ યુવા મોરચા અને સંગઠન દ્વારા કોંગ્રેસ કાર્યકરો દ્વારા એ.આઈ.સમીટમાં કરવામાં આવેલ કૃત્યના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દિલ્હી ખાતે ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શુક્રવારે AI સમિટમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટી-શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
આ કોંગ્રેસી કાર્યકરોના કૃત્ય સામે ભરૂચ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.અને જે.પી.કોલેજ બહાર રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,જીજ્ઞેશ મિસ્ત્રી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
