ભરૂચ: ઝાડેશ્વર ખાતે ઇન્ટીરિયર ડિઝાઇન સ્કૂલનાં વિદ્યાર્થીઓના કામનું એક્ષીબીશન યોજાયું

New Update
ભરૂચ: ઝાડેશ્વર ખાતે ઇન્ટીરિયર ડિઝાઇન સ્કૂલનાં વિદ્યાર્થીઓના કામનું એક્ષીબીશન યોજાયું

ભરૂચ ખાતે સ્ફુર્ણા ડિઝાઇન સ્કૂલ ઝાડેશ્વર ખાતે ઇન્ટીરિયર ડિઝાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કામનું એક્ષીબીશન આયોજવામાં આવ્યું હતું. interior designer સંદીપ પંચાલ તથા interior designer બિના પંચાલે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સ્ફુર્ણા design સ્કૂલના સંચાલક આર્કિટેક્ટ મૈત્રી તથા કલાપી બુચ સાથે મળીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

સાથે વિદ્યાર્થીઓએ મુખ્ય અતિથિ, વાલીઓ અને બીજા designer તથા આર્કિટેક્ટ સમક્ષ પોતાના કામનું ઓડિયો વિઝ્યુઅલ પ્રેજેંટેશન દ્વારા રજુ

કર્યું. તે સાથે ગત semester માં બનાવેલ શીટ્સ તથા મોડેલ દ્વારા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ટ તેજલ રાજપૂત, તથા interior designer  પ્રતીક સુધ્ધપુરા તથા interior designer દેવાંગ પટેલ સાથે design વિષે ચર્ચા પણ કરી

હતી.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વર્કશોપ તૈયાર કરાયેલા

લાકડાના ખુરશી, બારી, કબાટ પણ પ્રદર્શનમાં મુકાયા હતા. બ્રિક

કન્સ્ટ્રકશનમાં વપરાતા arch ના miniature  મોડેલે પણ આકર્ષણ જમાવ્યું હતું. ભરૂચના heritage મકાનના વિદ્યાર્થીઓ  દ્વારા તૈયાર  કરાયેલા documentation drawings તજજ્ઞો દ્વારા પ્રશંશાને પાત્ર બન્યા હતા.

વાલીઓ, Designer  તથા ભરૂચની જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા આ પ્રદર્શનમાં  ઘણા રહીશો  આર્કિટેક્ટ પ્રીતિ શાહ, સુરત થી અર્ચીટેક્ટ રવિકુમાર આબલીયા, cept ના અર્ચીટેક્ટ નીધી પીપલીયા,બેંગ્લોર થી આર્કિટેક્ટ દેવાંગના જાંઝરી, જૈસેલમેરના  Interior  designer અંશુ ભાનુશાલી અને મનોજ સુથાર,  અન્ય architecture અને interior design college દિલ્હી, વાસદ, સરીગામ, ઇંદોર, વિદ્યાનગર, બરોડા, સુરતના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અતિથિ સંદીપ પંચાલે સ્ફુર્ણા design  સ્કૂલની interior design course વિષયક પ્રયત્નો માટે ખુબ વખાણ્યાં અને સૌ વિદ્યાર્થીઓને અથાગ પરિશ્રમ બદલ સાથે આ exhibition માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories