ઝઘડીયા ખાતે ચોરીની બે બાઈકો ભંગારમાં વેચીને તેના સ્પેરપાર્ટસ છુટા પાડીને ચેસીસના ટુકડા કરતા ઇસમોને ઝઘડીયા પોલીસે પકડી પાડયા હતા.ઝઘડીયા હાઇસ્કુલની પાછળ ટેકરા ફળિયા‌ ખાતે રહેતા અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા ભાવિન શાહ ગત તા.૧ લીના રોજ તેઓએ તેમની બે બાઇક જેની કુલ કિંમત રુ.૩૫૦૦૦ પોતાના ઘર નજીક મુકી હતી. આ બન્ને બાઇકો તેમની જગ્યાએ નહિ જણાતા તેમણે આજુબાજુમાં શોધખોળ કરવા છતા મળી ન હતી. ઝઘડીયા પોલીસને બાતમી મળી હતી કે આ બન્ને બાઈક ભંગારમાં વેચવા માટે બે ઇસમો ફરી રહ્યા છે જેના આધારે પોલીસે ઝઘડીયાના મોહનફળિયામાં રહેતા શંકર વસાવાએ પાર્ક કરેલ બન્ને બાઇકની ઉઠાંતરી કરીને ઝઘડીયા ખાતે ઉદયલાલ સુયલ નામના વેપારીની ભંગારની દુકાને વેચાણ માટે લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મામલામાં બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે