Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાલિયા પંથકમાં વીજ દરોડા,300 જોડાણોમાં ચેકીંગ દરમ્યાન ₹45 લાખની વીજ ચોરી ઝડપાય

ભરૂચ: વાલિયા પંથકમાં વીજ દરોડા,300 જોડાણોમાં ચેકીંગ દરમ્યાન ₹45 લાખની વીજ ચોરી ઝડપાય
X

રાજ્યના ઉર્જા નિગમે ચોમાસામાં વાલિયા તાલુકાના કોંઢ અને ડુંગળી ગામે વ્યાપક ફરિયાદોને લઈ 30 ટીમો, સ્થાનિક અને વીજ પોલીસના બંદોબસ્ત સાથે દરોડા પાડી 43 જોડાણમાંથી ₹45 લાખની વીજ ચોરી પકડી છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ઊંચા લાઈન અને ડિસ્ટ્રીબ્યુશન લોસને લઈ મળેલી વ્યાપક ફરિયાદોને લઈ વીજ તંત્ર ત્રાટક્યું હતું. જિલ્લામાં ચોમાસાની મૌસમમાં વીજ ચેકીંગની પ્રથમ ઘટના સામે આવી છે. GUVNL અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 30 ટીમો વાલિયા તાલુકાના ગામોમાં સવારથી ત્રાટકી હતી. પોલીસ બંદોબસ્ત સાથે વીજ ટીમોએ ગામડાઓમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. વીજ દરોડાના પગલે ગેરરીતિ આચરતા જોડાણ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વાલિયા પંથકમાં સવારે ગ્રામજનો નિંદર માણી રહ્યા હતા ત્યારે રાજ્ય સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સની સુરત, ભરૃચની 30 ટીમો મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તાલુકાના કોંઢ અને ડુંગળી ગામોમાં 300 થી વધુ વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધર્યાં હતાં.

જેમાં 43 જેટલા વીજ ગ્રાહકો વીજચોરી કરતા ₹45 લાખ રકમની વીજચોરી ઝડપાઈ હતી. જેને લઈ વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.વીજ કંપની દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીજ અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Next Story