Connect Gujarat
ભરૂચ

6 જિંદગી ડૂબી: ભરૂચના વાગરામાં દરિયામાં ડૂબવાથી 6 લોકોના મોતથી અરેરાટી વ્યાપી

X

વાગરાના મૂલેર ગામે સર્જાઇ મોટી દુર્ઘટના

મૂલેરના દરિયામાં ડૂબી જતાં 6 લોકોના મોત

એકને બચાવવા જતાં 8 લોકો ડૂબ્યાં હતા

ભરૂચ: જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે દરિયામાં બાળકો સહિત 8 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા ૭થી વધુ લોકો ડૂબ્યા હતા. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા ૭થી વધુ લોકો ડૂબ્યા હતા. બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. આ દુર્ઘટનામાં છ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

મૃતકના નામ:-

યોગેશ દિલીપભાઈ (ઉ.વ. 19)

તુલસીબેન બળવંતભાઈ (ઉ.વ. 20)

જાનવીબેન હેમંતભાઈ (ઉ.વ. 05)

આર્યાબેન રાજેશભાઇ

રીંકલબેન બળવંતભાઈ (ઉ.વ.15)

રાજેશ છત્રસિંહ ગોહિલ(ઉ.વ 38)

Next Story