ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં ભાડાના મકાનમાં રહેતા ફરિયાદીના ઘરે નવ જણાએ મારક હથિયાર સાથે ધસી આવી માર મારી ફરિયાદીનું ઈકો ગાડીમાં અપહરણ કરી અન્ય જગ્યાએ લઈ જઈ બંને હાથની આંગળીના નખ ખેંચી નાખી મારક હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતા ઈજાગ્રસ્તને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે ફરિયાદીના નિવેદના આધારે ૯ લોકો સામે અપહરણ અને રાયોટીંગ સહિત હુમલો કરવાનો ગુનો દાખલ કરાયો છે.
દહેજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી દિલપ્રીતસિંગ ઉર્ફે મહોબતપ્રીત સિંગ જાટ મૂળ રહે ગુરૂદાસપુર પંજાબ હાલ રહે દહેજ ટાવર ફળિયુનાઓ પોતાના ઘરમાં હતા. તે દરમિયાન અંગત અદાવતે ૯ જણનું ટોળું મારક હથિયારો સાથે ઇકો ગાડીમાં ધસી આવ્યું હતું. થોડા દિવસ અગાઉ સી ડિવિઝન પોલીસ મથકમાં એમસૅ ગુના એટલે કે પિસ્તોલ અને જીવતા કારતૂસના ગુનાનાની રિસ રાખી હુમલો કરવા આવ્યા હતા. જેમાં રવિ રાજુભાઈ રાઠોડ રોનક દિલીપભાઈ ગોહિલ રાજુભાઈ સોમાભાઈ રાઠોડ હરેશભાઈ રાજુભાઈ રાઠોડ ગૌતમ જયદેવ જાદવ આતિશભાઈ રમેશભાઈ રાઠોડ સરફરાજ અનવર કાસમ સાગર મનહરભાઈ ગોહિલ કિરણભાઈ જયંતીભાઈ રાઠોડનાઓએ લાકડી અને લોખંડના સપાટાઓ સાથે ધસી આવી ફરિયાદીને માર મારી તેને ઘરમાંથી ઉઠાવી ઇકોમાં નાખી કોલોનીમાં લઈ જઈ બંને હાથની આંગળીઓના નખ ખેંચી નાખી લોહી લુહાણા કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી ૯ હુમલાખોરો ફરાર થઈ ગયા હોય અને ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીના નિવેદના આધારે પોલીસે ૯ હુમલાખોરો સામે રાઇટીંગ અપહરણ અને હુમલો કરવા અંગેનો ગુનો દાખલ કરી ધરપકડના છકડો ગતિમાન કર્યા છે