ભરૂચ : ઝાડેશ્વર સ્થિત BAPS મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજથી વીજ વાયરમાં સ્પાર્ક થતાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધી વીજ વાયર બળીને ખાખ થઈ ગયો

New Update
ભરૂચ : ઝાડેશ્વર સ્થિત BAPS મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજથી વીજ વાયરમાં સ્પાર્ક થતાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજથી વીજ વાયરમાં સ્પાર્ક થતા જ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisment

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે બપોરના સમય ગાળામાં ગેસ લાઇનનું કામકાજ ચાલતું હતું. તે દરમિયાન અચાનક ગેસ લાઇન લીકેજ થતા ગેસ લીકેજથી વીજ વાયરમાં સ્પાર્ક થતા જ આગ ફાટી નીકળી હતી.

આગ લાગતા જ ત્યાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધી વીજ વાયર બળીને ખાખ થઈ ગયો હતો.