અંકલેશ્વર GIDCમાં આવેલ ક્રિષ્ના ઇન્ડિયન કંપનીમાં વાલ્વ લીકેજ થતાં ગેસ ગળતરની ઘટના બની

New Update
અંકલેશ્વર GIDCમાં આવેલ ક્રિષ્ના ઇન્ડિયન કંપનીમાં વાલ્વ લીકેજ થતાં ગેસ ગળતરની ઘટના બની

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગેસ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. આજ રોજ ગેસ ગળતરની ઘટના બનતા કંપનીમાંથી મોટા પ્રમાણમાં ગેસ ગળતરના ધુમાડા જોવા મળ્યા હતા. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં પણ ગેસ ગળતરથી રાહદારીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisment

ગેસ ગળતરની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર ફાઈટર અને ડીપીએમસી સહિતને જાણ અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગેસ ગળતરની ઘટના કારણે કેટલાય લોકોને શ્વાસ લેવામાં તેમજ આંખોમાં બળતરા થવા અંગેની ફરિયાદો ઉઠી હતી. પરંતુ ડીપીએમસી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી ગેસ ગળતરની ઘટના ઉપર અંકુશ મેળવી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisment