અંકલેશ્વર: મર્હૂમ સાંસદ અહેમદ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી સભાનુ કરાયુ આયોજન, દિગ્ગજનેતા સલમાન ખુરશીદ રહ્યા હાજર

મર્હુમ અહેમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે પ્રથાના સભા યોજાઈ

New Update
અંકલેશ્વર: મર્હૂમ સાંસદ અહેમદ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી સભાનુ કરાયુ આયોજન, દિગ્ગજનેતા સલમાન ખુરશીદ રહ્યા હાજર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદ પટેલની આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદભાઈ પટેલની આજરોજ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે પ્રથાના સભા યોજાઈ હતી.પ્રાર્થના સભામાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ, અર્જુન મોઢવાડીયા,તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગેવાનોએ મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી આખરી મંજિલમાં ફૂલની ચાદર અર્પણ કરી હતી.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, પ્રવક્તા નાજુ ફડવાલા, સહિત કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


Read the Next Article

અંકલેશ્વર: વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસનો નવતર અભિગમ, લોન ધિરાણ કેમ્પનું આયોજન

અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના

New Update

અંકલેશ્વરમાં પોલીસનો નવતર અભિગમ

લોન ધિરાણ કેમ્પ યોજાયો

એ ડિવિઝન પોલીસ દ્વારા આયોજન

ફેરિયાઓ અને વેપારીઓએ લીધો લાભ

લોન અંગેનું અપાયું માર્ગદર્શન

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડા અને વિવિધ બેંકો આગળ આવી છે.આજરોજ પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.જેમાં લોકોને લોન ધિરાણ કરતા ઇસમોને બદલે બેન્ક થકી સહેલાઈથી લોન મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં.આ લોન ધિરાણ કેમ્પનો નાના વેપારીઓ તેમજ ફેરિયાઓએ લાભ લીધો હતો.