Connect Gujarat
ભરૂચ

અમેરીકામાં સ્થાયી થયેલ ભરૂચના ઉમલ્લાના યુવાન ડો.ભૌમિક પંડ્યાનું નવું રિસર્ચ, પેરાસિટામોલ દવાની આડ અસર દૂર કરવાનો પ્રયાસ

પેરાસિટામોલ દવા વધારે પ્રમાણમાં લેવાથી અનેક આડ અસર થઈ શકે છે ત્યારે ગુજ્જુ તબીબે રિસર્ચ કરી કરી નવું ફોર્મ્યુલેશન તૈયાર કર્યું છે.

X

પેરાસિટામોલ દવા વધારે પ્રમાણમાં લેવાથી અનેક આડ અસર થઈ શકે છે ત્યારે ગુજ્જુ તબીબે રિસર્ચ કરી કરી નવું ફોર્મ્યુલેશન તૈયાર કર્યું છે. જેના કારણે દર્દીને રાહત પણ મળશે અને કોઈ આડ અસર નહીં થાય

ભૃગુધારા ભરૂચમાં નર્મદા કિનારે વસેલ ઉમલ્લા ગામના મૂળ વતની અને હાલ અમેરિકાના સ્થાયી થયેલ ડો.ભૌમિક પંડયાએ વિદેશમાં રહી આરોગ્ય ક્ષેત્રે ડંકો વગાડ્યો છે.આપણને તાવ આવે કે માથુ દુખે, અથવા શરીરમાં કળતર થાય તો તરત જ આપણે પેરાસિટામોલની ગોળી ગળી લઈએ છે પરંતુ આ દવા શરીર માટે ઘણી ખતરનાક હોય છે ત્યારે ભરૂચના ઝઘડિયાના ઉમલ્લા ગામના મૂળ વતની અને અમદાવાદમા રહી અભ્યાસ કરનાર ડો.ભૌમિક પંડયાએ એક નવું રિસર્ચ કર્યું હતું જેમાં પેરાસિટામોલ દવાની આડ અસર ઓછી થાય અને દર્દીને રાહત પણ મળે. ડો.ભૌમિક પંડ્યાએ અમદાવાદની એલ.જે.ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મસીમાંથી માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ દરમિયાન ડો.શ્રીરાજ શાહ અને ડો.નિહાર શાહના માર્ગદર્શન હેઠળ એક અત્યંત નવીન અને ઉપયોગી રિસર્ચ કર્યું હતુ.આ રિસર્ચની ઉપલબ્ધી એ છે કે ભારતીય પેટંટ ઓફિસ દ્વારા આ રિસર્ચને “પેટંટ” આપવામાં આવી છે.આ અંગે ડો.ભૌમિક પંડ્યાએ જણાવ્યુ હતું કે આ રિસર્ચ પાછળનો મુખ્ય આશય સામાન્ય રીતે ખૂબજ ઉપયોગમાં લેવામાં આવતી પેઈનકિલર દવા પેરાસિટામોલ લીધે થતી લીવર ટોક્સિસીટીને રોકી શકાય એવું અનોખું ફોરમ્યુલેશન તૈયાર કરવું હતું. આપણી સામાન્ય ધારણા છે કે આપણે જેટલી વધારે દવા લઈએ એટલા ઝડપથી સાજા થઈએ.પરંતુ આ ધારણાના લીધે આપણે અજાણતા દવાના ઓવરડોઝથી થતી આડઅસર નોતરીએ છે. પેરાસિટામોલ/મેટાસીન/ડોલો ડોક્ટરની પ્રીસ્ક્રીપ્શન વગર ખૂબ જ વધારે પ્રમાણમાં તાવ માટે અથવા પેઈનકિલર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેના લીધે થઈ શકતી સંભવિત્ લીવર ટોક્સિસીટીને રોકવા માટે પેરાસિટામોલ અને વિટામિન-ઈનાં મિશ્રણથી એક નવીન ફોરમ્યુલેશન તૈયાર કર્યુ છે. વિટામિન-ઈ એન્ટી-ઓક્સિડન્ટ હોવાથી તે પેરાસિટામોલથી થતી લીવર ટોક્સિસીટીને અટકાવી શકે છે. આ ઉપરાંત પેરાસિટામોલ પાણીમાં સરળતાથી ઓગળી શકતું નથી. આ મર્યાદાના લીધે સામાન્ય રીતે પેરાસિટામોલની દવા ૫૦૦-૬૫૦ (ડોલો-૬૫૦) mg ના હાઈ ડોઝમાં બને છે. આ મર્યાદાને દૂર કરવા માટે લિપિડ બેઝ્ડ નવીન ફોરમ્યુલેશન એટલેકે “સેલ્ફ માઈક્રો ઈમલ્સીફાઈંગ ડ્રગ ડીલિવરી સિસ્ટમ” બનાવ્યું.

ડો.ભૌમિક પંડ્યા દ્વારા તૈયાર કરવામાં આવેલ ફોરમ્યુલેશનના અનેક ફાયદા છે જેના પર એક નજર કરીએ તો પેરાસિટામોલ અને વિટામિન-ઈનાં મિશ્રણનાં લીધે લીવર ટોક્સિસીટીને રોકી શકાશે,સેલ્ફ માઈક્રો ઈમલ્સીફાઈંગ ડ્રગ ડીલિવરી સિસ્ટમ” ફોરમ્યુલેશનના લીધે પેરાસિટામોલની પાણીમાં સોલ્યુબિલીટી વધારી શકાશે તથા પેરાસિટામોલનો ડોઝ ઘટાડી શકાશે.

ડો.ભૌમિક પંડ્યાએ રિસર્ચ યાત્રાને આગળ વધારવા માટે અમેરિકાનાં જ્યોર્જિયાની ઓગસ્ટા યુનિવર્સિટીમાંથી કેન્સર બાયોલોજી વિષયમાં પી.એચ.ડી.ની ડોક્ટોરેટ ડીગ્રી પ્રાપ્ત કરી છે અને હાલમાં તેઓ વિશ્વ પ્રસિધ્ધ એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં કેન્સર રિસર્ચ માટે સીનિયર સાઈન્ટીસ્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે.

Next Story