"નફો રળી આપતી ખેતી" અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે રામફળની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું

ખેડૂતે રામફળની ખેતીમાં સારી માવજત કરતાં રામફળના ઝાડ ઉપર મબલક પ્રમાણમા ફળ લાગ્યા છે.

New Update
"નફો રળી આપતી ખેતી" અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે રામફળની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું

અંકલેશ્વરના એક પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેતીની સાથે 17 જેટલા રામફળના વૃક્ષનું વાવેતર કર્યું છે. આ વાવેતર પછી ત્રણ વર્ષ બાદ રામફળ લાગતા ખેડૂત નજીવા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે. એક રામફળ 600થી 700 ગ્રામ વજન ધરાવતું હોવાથી બજારમાં એક નંગ રામફળના 100 રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યો છે. રામફળ આરોગ્ય માટે ફાયદાકારક હોવાથી તેની માગ વધુ રહે છે.

રામફળ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે. રામફળમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન, કેલ્શિયમ વગેરે તત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ફળ છે. ખેડૂતે રામફળની ખેતીમાં સારી માવજત કરતાં રામફળના ઝાડ ઉપર મબલક પ્રમાણમા ફળ લાગ્યા છે. ત્યારે અંકલેશ્વરના ખેડૂત રામફળની ખેતીમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે.