વિદ્યાર્થીનીનો શ્વાસ રૂંધાયો..! ભરૂચ ઝગડિયામાં ડીપી શાહ વિદ્યામંદિર બાદ મોટસોરવાની હાઇસ્કુલમાં વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ ખસેડાઇ

મોટસોરવા હાઇસ્કુલની વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ આવતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ

New Update
વિદ્યાર્થીનીનો શ્વાસ રૂંધાયો..! ભરૂચ ઝગડિયામાં ડીપી શાહ વિદ્યામંદિર બાદ મોટસોરવાની હાઇસ્કુલમાં વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ ખસેડાઇ

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના મોટસોરવા હાઇસ્કુલની વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ આવતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ રાજપારડી ખાતે ગઈકાલની ઘટના બાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટસોરવા હાઇસ્કુલની ધોરણ 10મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતાં શિક્ષક દ્વારા તાત્કાલિક રાજપારડી પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીનીને વધુ સારવાર માટે અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબતે એ પણ છે કે ગઈકાલે રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓને પણ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉઠવા પામી હતી જેને લઇ શાળા સંચાલકો તેમજ વાલીઓમાં દોઢ ધામ મચી ગઈ હતી હાલ કયા કારણો સર આ બનાવ બન્યો છે તે તપાસ બાદ બહાર આવશે..