અંકલેશ્વર: પાનોલી નજીકથી 16 ગૌવંશ ભરેલ ટેમ્પો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
BY Connect Gujarat Desk29 Jan 2023 2:17 PM GMT

X
Connect Gujarat Desk29 Jan 2023 2:17 PM GMT
અંકલેશ્વરના પાનોલીનો બનાવ
પાનોલી નજીકથી ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપાયો
ગૌ રક્ષકોની બાતમીના આધારે ટેમ્પો ઝડપી પાડ્યો
અંકલેશ્વરના પાનોલી નજીકથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે ૧૬ ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના પાનોલીના તળાવ નજીકથી આજરોજ ગૌરક્ષકોની બાતમીના આધારે પાનોલી પોલીસે ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. અગ્નિવીર ફાઉન્ડેશનના નેહા પટેલના જણાવ્યા પ્રમાણે તેમને બાતમી મળી હતી કે ગૌવંશ ભરેલ ટેમ્પો પાનોલી નજીકથી પસાર થનાર છે જે બાતમીના આધારે તેઓ પાનોલી નજીક વોચમાં હતા.પાનોલી નજીક ટેમ્પો દેખાતા કોસંબા અને પાનોલી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ૧૬ ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ગૌરક્ષકો અને પોલીસી દ્વારા પાનોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા માટેની તજવીજ આરંભી છે
Next Story