અંક્લેશ્વર : હજાત ગામ નજીક ONGCની લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતાં 4 ઈસમોની ધરપકડ…

તે દરમિયાન બાતમી મળી હતી કે, ઈકો કાર નંબર જીજે-16-બીજી-6545માં શંકાસ્પદ ક્રૂડ ઓઇલના કેરબા ભરી હજાત ગામથી હરીપુરા તરફ જનાર છે.

અંક્લેશ્વર : હજાત ગામ નજીક ONGCની લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતાં 4 ઈસમોની ધરપકડ…
New Update

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાં પ્રેસર ડાઉન કરી ફૂડ ઓઇલની ચોરી કરતી ટોળકીના 4 ઈસમોને ભરૂચ એલસીબી પોલીસે રૂ. 3.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઈકો કાર નંબર જીજે-16-બીજી-6545માં શંકાસ્પદ ક્રૂડ ઓઇલના કેરબા ભરી હજાત ગામથી હરીપુરા તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે હજાતથી હરીપુરા વચ્ચે વોચ ગોઠવી હતી, અને બાતમીવાળી ઈકો કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં રહેલ ક્રૂડ ઓઇલના કેરબા મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર નવા ધંતૂરિયા ગામના મહાશંકર ફળિયામાં રહેતા રાજેશ રાયજિ પટેલ અને પ્રજ્ઞેશ અશોક પટેલને ક્રૂડ ઓઇલ અંગે પૂછપરછ કરતાં બન્ને ઇસમોએ હજાત ગામના પ્રવીણ રમણ વસાવા અને રમેશ અમરસિંગ વસાવા પાસેથી લાવ્યા હોવાનું કબૂલ કરતાં પોલીસે હજાત ગામના પ્રવીણ વસાવા અને રમેશ વસાવાને ઝડપી બન્નેની ક્રૂડ ઓઇલ અંગે પૂછપરછ કરતાં તે હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી.ની ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાં પ્રેસર ડાઉન કરી ફૂડ ઓઇલની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે 4 કેરબામાં રહેલ 140 લિટર ક્રૂડ ઓઇલ અને ઈકો કાર તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #stealing #Crude oil #4 people arrested #ONGC line #Hajat village
Here are a few more articles:
Read the Next Article