Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: BEIL કંપનીમાં 4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો, ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા વર્ચ્યુયલ ઉપસ્થિત

X

અંકલેશ્વરની BEIL કંપનીમાં કરાયો નાશ

4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો

ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા વર્ચ્યુયલ ઉપસ્થિત

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતમાંથી પકડાયેલા 4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો

ભરૂચમાં પાનોલી, વિલાયતની કંપનીઓ અને તેની વડોદરા શાખા દ્વારા ડ્રગ્સનું ઉત્પાદન ભરૂચ અને મુંબઈ પોલીસ સાથે ગુજરાત ATS એ પકડી પાડ્યું હતું. ભરૂચની કંપનીમાંથી કરોડો ઉપરાંતનો ડ્રગ્સ ને જથ્થો પકડાયો હતો.આજે અંકલેશ્વર સ્થિત BEIL કંપનીના ઇન્સીનેટરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ભરૂચ સહિત 9 જિલ્લામાંથી ઝડપાયેલા હેરોઇન, એમ.ડી. ડ્રગ્સ, અફીણ, ગાંજો સહિત 4277 કિલો ડ્રગ્સ કિંમત રૂપિયા 2614 કરોડના જથ્થાનો નાશ કરાયો હતો સાથે જ સમગ્ર દેશમાં 1.44 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

Next Story