અંકલેશ્વર : RO પ્લાન્ટ હેઠળ મળતા પાણીના ભાવમાં 5થી 10 ટકાનો વધારો, વેલ્ફેર વોટર એસો.એ લીધો નિર્ણય...

પેટ્રોલ, દૂધ અને લેબર ચાર્જના ભાવ વધારા બાદ હવે ભરૂચ જિલ્લામાં આર.ઓ. પ્લાન્ટ હેઠળ મળતા શુદ્ધ પાણીના ભાવમાં પણ 5થી 10 ટકાનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે,

New Update
અંકલેશ્વર : RO પ્લાન્ટ હેઠળ મળતા પાણીના ભાવમાં 5થી 10 ટકાનો વધારો, વેલ્ફેર વોટર એસો.એ લીધો નિર્ણય...

પેટ્રોલ, દૂધ અને લેબર ચાર્જના ભાવ વધારા બાદ હવે ભરૂચ જિલ્લામાં આર.ઓ. પ્લાન્ટ હેઠળ મળતા શુદ્ધ પાણીના ભાવમાં પણ 5થી 10 ટકાનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં વેલ્ફેર વોટર એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.અંકલેશ્વર : RO પ્લાન્ટ હેઠળ મળતા પાણીના ભાવમાં 5થી 10 ટકાનો વધારો, વેલ્ફેર વોટર એસો.એ લીધો નિર્ણય...

ભરૂચ જિલ્લામાં ખેડૂતો સહિત મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. મધ્યમ વર્ગ દૂધ, પેટ્રોલ અને ઘરવખરીની ચીજ વસ્તુઓના ભાવ વધારાને લઈ ચિંતામાં મુકાયો છે. તો બીજી તરફ, ખેડૂત પણ શાકભાજીના પાકના જોઈએ એટલો ભાવ નહીં મળતા ખુશ નથી. તેવામાં હવે આર.ઓ. પ્લાન્ટ હેઠળ મળતું શુદ્ધ પીવાનું પાણી પણ મોંઘું થવાનું હોવાની વાત સામાન્ય જનતાની કમર તોડી નાખે એવી છે. ભરૂચ જિલ્લામાં મોટાપાયે આર.ઓ. પ્લાન્ટ ચાલે છે. જે પ્લાન્ટ ઉપરથી લોકોને શુદ્ધ મિનરલ વોટર હોમ ડિલિવરી કરવામાં આવે છે, તો ઔદ્યોગિક એકમો સુધી પણ શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલ પ્રદુષિત ભૂગર્ભ જળને લઈ લોકો પણ આર.ઓ.નું પાણી પીતા થયા છે. તો વાર તહેવાર કે, સામાજિક પ્રસંગમાં પણ શુદ્ધ ફિલ્ટર પાણી મંગાવવામાં આવે છે. એમ કહી શકાય કે, આર.ઓ. પ્લાન્ટના પાણી ઉપર મોટા ભાગના લોકો નિર્ભર છે, ત્યારે અંકલેશ્વરમાં વેલ્ફેર વોટર એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં દૂધ, લેબર ચાર્જ અને પેટ્રોલના ભાવ વધારા બાદ લોકોને મળતું શુદ્ધ પાણીના ભાવમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કૂલરમાં ઠંડુ પાણી 18 લીટર 25 રૂપિયામાં, કેપ્સુલ જારમાં ઠંડુ પાણી 20 લીટર 30 રૂપિયામાં, કારબામાં ઠંડુ પાણી 10 લીટર 15 રૂપિયામાં અને ઠંડા પાણીના મીનીમમ 10 રૂપિયા થયા છે. તો કૂલરમાં સાદુ પાણી 18 લીટર 15 રૂપિયામાં, કેપ્સુલ જારમાં ઠંડુ પાણી 20 લીટર 15 રૂપિયામાં, કારબામાં ઠંડુ પાણી 10 લીટર 8 રૂપિયામાં અને ઠંડુ પાણી મીનીમમ 5 રૂપિયા થયા છે, જ્યારે હવે 5થી 10 ટકાનો ભાવ વધારો થયો છે. જે 1લી મેથી લાગુ પડશે, જેને લઈ લોકોએ મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.

Latest Stories