/connect-gujarat/media/post_banners/c5cbc4d0ac15fbd8cf9671e315a9fb5170a0e0690d7eb9d85809529414733c4a.jpg)
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહયોગ પેનલના 6 અને વિકાસ પેનલના 2 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારમાં એ.આઈ.એ મેનેજીંગ કમિટીની ચૂંટણી જંગમાં વર્ષો બાદ 2 પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં એ.આઈ.એની ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ ઐતિહાસિક 84.67% મતદાન સાથે 1090 મતદાતા પૈકી 923 મતદાતાએ મતદાન કર્યું હતું. સવારે 8 કલાકથી શરુ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદાતામાં ભારે ધસારો જોવા મળ્યો હતો. પુનઃ એકવાર મતદાન માટે કોર્પોરેટ મતદાતાઓએ લાઈન લગાવી હતી. એક મતદાતાને 8 મત આપવાનો અધિકાર સાથે સવારથી બેલેટ પેપર મતદાન પ્રક્રિયા ચૂંટણી અધિકારીના વડપણ હેઠળ યોજાઈ હતી.આ ચૂંટણીમાં સહયોગ પેનલના 6 અને વિકાસ પેનલના 2 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. મોડી રાતે પરિણામો જાહેર થયા હતા ત્યારે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા