Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ દ્વારા મયુરી હત્યાકાંડનું રી-કન્સ્ટ્રક્શન કરાયુ, આરોપીઓએ હત્યા અંગેના તમામ રાઝ ખોલ્યા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મયુરી હત્યાકાંડનું રિકંસ્ટ્ર્ક કરાયું હતું. પ્રેમી સૌરભ ગંગવાણી વિધિવત ધરપકડ કરી હતી.

X

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મયુરી હત્યાકાંડનું રિકંસ્ટ્ર્ક કરાયું હતું. પ્રેમી સૌરભ ગંગવાણી વિધિવત ધરપકડ કરી હતી. પોલીસે હત્યા કેવી રીતે કરી અને મૃતદેહ કેવી રીતે નિકાલ કર્યો તે અંગે આખું રિકંસ્ટ્ર્ક કરી પોલીસે હત્યાની રિહર્સલ કરી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા

મૈત્રી કરાર કરી છેલ્લા અઢી વર્ષથી મયુરી સૌરભ ગંગવાણી જોડે રહ્યા બાદ પ્રેમી અને તેના ભાઈની ક્રૂરતા ભોગ બની મોતને ભેટી હતી. દોઢ મહિના પૂર્વે અંકલેશ્વર આવ્યા બાદ સૌરભ ઘરની બહાર કામે જતા ધરે એકલી રહેતા ફરવા જવા, અને સૌરભ ને ધરે રહેવા માટે જીદ્દ ને લઇ ઝઘડા શરુ થયા હતા. તેમજ રૂપિયા માંગણીને લઇ અંતે પ્રેમી સૌરભ તેને પગ પકડી રાખી તેના મોટા ભાઈ સંજય એ પ્રથમ ગળું દબાવી ત્યારબાદ ગમછા વડે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી જે બાદ મિત્રો ની મદદથી તેના મૃતદેહને ક્રૂરતા પૂર્વક બાંધી કોથળામાં બાંધી ને કમલમ તળાવમાં પથ્થર વડે બાંધી નિકાલ કર્યો હતો જે આખી ઘટના પોલીસ રિહર્સલ કરી સાંયોગિક પુરાવા સાથે પંચનામું કર્યું હતું. હત્યા કર્યા બાદ પલાયન થઇ ગયેલા સૌરભ ગંગવાણી અંતે બેંગ્લોરથી પોલીસ ઝડપી લાવ્યા બાદ વિધિવત ધરપકડ કરી પોલીસ દ્વારા તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ પોલીસ દ્વારા ખાસ કરી ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ મયુરી ભગત મૂળ રહેવાસી ક્યાંની છે.તેના માતા પિતા કોણ છે.તે અંગે ની પૂછપરછ શરુ કરી હતી.

Next Story