Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: શ્રવણ વિદ્યાભવનની વિદ્યાર્થિનીએ કલા મહાકુંભ 2022-23માં રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી માતા-પિતા સહિત શાળાનું ગૌરવ વધાર્યું

ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દામિની સોલંકીએ સુગમ સંગીતમાં 15થી 20 વર્ષની વય જૂથમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

અંકલેશ્વર: શ્રવણ વિદ્યાભવનની વિદ્યાર્થિનીએ કલા મહાકુંભ 2022-23માં રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી માતા-પિતા સહિત શાળાનું ગૌરવ વધાર્યું
X

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દામિની સોલંકીએ સુગમ સંગીતમાં 15થી 20 વર્ષની વય જૂથમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે બાદ રાજ્ય કક્ષાએ યોજવામાં આવેલા કે.કે. પારેખ એન્ડ મહેતા આર.પી.વિદ્યાલય અમરેલી ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં હવે શાળાનું ગૌરવ વધારતા રાજ્ય કક્ષાએ દામિની દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાની કીર્તિને પ્રસરાવી છે.


સંગીત ક્ષેત્રે હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સાત સૂરોની સરિતાને અવિરત વહેડાવતી રહે એ માટે શાળાના પ્રમુખ કિશોર સુરતી, મંત્રી કિરણ મોદી, આચાર્ય દિપીકા મોદીએ શુભેચ્છા પાઠવી હતી. શાળાના સંગીત શિક્ષક મીનળબેન અને દિનેશ ભાઈના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ મેળવી હતી. સાઈડ રિધમ સહાયક તરીકે વિશ્વા પટેલ ધોરણ 7 -કની વિદ્યાર્થિનીએ ભૂમિકા ભજવી હતી.

Next Story