અંકલેશ્વર : ફેશન ડિઝાઇનર યુવતીનો અનોખો કન્સેપ્ટ, શરૂ કર્યું હેલ્ધી બાઇટ્સ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યુવતીએ હેલ્ધી બાઇટ્સની શરૂઆત કરી છે.

New Update
અંકલેશ્વર : ફેશન ડિઝાઇનર યુવતીનો અનોખો કન્સેપ્ટ, શરૂ કર્યું હેલ્ધી બાઇટ્સ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યુવતીએ હેલ્ધી બાઇટ્સની શરૂઆત કરી છે, વડોદરા સહિતના અન્ય શહેરમાં વહેલી સવારે મળતા હેલ્ધી ડ્રિન્ક યુવતીને પોતાના શહેર અંકલેશ્વરમાં આ કન્સેપ્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની હવા પ્રદૂષિત માનવામાં આવે છે. તેવામાં અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે શું કરવું ? તેમ વિચારીને જીઆઈડીસી વિસ્તાર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સામે હેલ્ધી બાઇટ્સ શરૂ કરાયું છે. હાલ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી આરતી પાટીલે છેલ્લા 6 મહિનાથી હેલ્ધી બાઇટસના વ્યવસાયની શરૂઆત કરી છે. અંક્લેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સામે આરતીએ હેલ્ધી બાઇટસની ટેન્ટ લગાવી શરૂઆત કરી છે. સવારે 7 કલાકથી 10 કલાક દરમિયાન આરતી હેલ્ધી બાઇટ્સમાં ફણગાવેલા કઠોળ સહિત મિક્સ વેજીટેબલ જ્યુસ બનાવે છે.

મિક્સ વેજીટેબલ જ્યુસમાં હેલ્ધી શાકભાજી જેવા કે ગાજર, બીટ, આદુ, ટામેટા, કાકડી, હળદર સહિતનો વપરાશ કરે છે. તેઓ માત્ર 20 રૂપિયામાં ફણગાવેલા કઠોળની પ્લેટ આપે છે. તો હાલ શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાથી મિક્સ વેજીટેબલ જ્યુસ 25 રૂપિયામાં આપે છે. આરતી પાટીલે અભ્યાસમાં ડિપ્લોમા ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. તેઓના લગ્ન જીવનને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આરતી પાટીલ વડોદરા ખાતે નોકરી કરતી હતી. તો વાલિયા રોડ પર પણ 2 વર્ષ નોકરી કરી હતી. જોકે, ત્યારબાદ તેઓએ નોકરી છોડી વડોદરા ખાતે રહેવા ગયા હતા. ત્યા તેઓને વહેલી સવારે હેલ્ધી ડ્રિન્ક માટેના અનેક સ્ટોલ જોયા હતા, જ્યારે અંકલેશ્વર સ્થાયી થયા ત્યારે તેઓને આ અંગે વિચાર આવ્યો કે, અંકલેશ્વર જેવા ઇન્ડસ્ટ્રિયલ એરીયામાં લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ કન્સેપ્ટ સારો છે. જેથી તેઓએ હેલ્ધી બાઇટ્સના વ્યવસાય કરતાં શરૂઆતમાં 12 હજારનું જ્યુસર મશીન સહિત ટેંટ મળીને કુલ 30 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. તો હાલ આરતીને સામાન સહિતનો ખર્ચ કાઢતા 30 ટકા આવક મળી રહે છે.

Latest Stories