/connect-gujarat/media/post_banners/ba2030b01024b83fa36acc9cb140bb32607a33e4b4f1e9d6cbaf68de7a375a2b.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે હાલ તો પોલીસે મૃતક નવજાત બાળકના માતા અને પિતા કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકના આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે કપડાંના ટુકડામાં વીંટાળેલી હાલતમાં નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ નજીક રખડતા શ્વાન દ્વારા નવજાત બાળક ખેંચીને લઇ આવ્યું હતું. જે અંગે સ્થાનિકોએ જોતા અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ઓઢણી જેવા કપડાં વીંટાળેલ બાળક જીવિત છે કે, મૃત તે તપાસ કરતા બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાળકના મૃતદેહને પીએમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળક નવજાત હોવાથી પોલીસે ઘટનાની ગંભીરતા પારખી તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. મૃતક નવજાત બાળકના માતા અને પિતા કોણ છે, તે અંગે પોલીસે આજુબાજુના વિસ્તારમાં લોકોની પૂછપરછ કરી હતી.