અંકલેશ્વર : AIA દ્વારા “ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024”નો શુભારંભ, 215થી વધુ સ્ટોલ ઉભા કરાયા...

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નું આયોજન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર : AIA દ્વારા “ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024”નો શુભારંભ, 215થી વધુ સ્ટોલ ઉભા કરાયા...

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરાયું આયોજન

ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નો કરાયો શુભારંભ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે એક્સપોનો શુભારંભ

મેગા પ્રદર્શનમાં નાના-મોટા 215થી વધુ સ્ટોલનો સમાવેશ

મોટી સંખ્યામાં ઉદ્યોગ જગતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નો ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ યોગી એસ્ટેટ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા એક્સપોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ એક્સપોનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.


આ મેગા એક્ઝીબીશન સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જ્યાં પ્રદર્શનમાં નાના-મોટા 215થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ, પોલ્યુશન ઇક્વીપમેન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ જેવી ઉપયોગી મશીનરીના એક્સપોમાં એક્ઝીબીટરો ભાગ લીધો છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વર પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી સહિત AIAના સભ્યો, ઉદ્યોગકારો, આમંત્રિત મહેમાનો સહિત વિવિધ ઈન્સ્ટ્રીઝના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories