Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: AIA નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ,પોલીસ અને મીડિયા ઇલેવન વચ્ચે રમાય પ્રથમ મેચ

GIDCમા આવેલ ડી.એ.આનંદ્પુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકૂલ ખાતે એ.આઈ.એ.નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ડી.એ.આનંદ્પુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકૂલ ખાતે એ.આઈ.એ.નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

શનિવારના રોજ સાંજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન,નોટિફાઇડ એરિયા ઓથોરીટી અને નવજીવન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ડી.એ.આનંદ્પુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકૂલ ખાતે એ.આઈ.એ.નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટનો મામલતદાર કિરણસિંહ રાજપૂત,એ.આઈ.એ પ્રમુખ જશું ચૌધરી સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે બલૂન ઉડાડી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ મીડિયા અને પોલીસ વચ્ચે રમાઈ હતી.સાથે વિવિધ ટીમોએ ભાગ લીધો હતો સદર ટુર્નામેન્ટમાં સોશ્યલ વેલ્ફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ,હર્ષદ પટેલ અને આમંત્રિતો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story