Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: અંદાડા ગામના હેલ્થ અને વેલનેસ સેન્ટરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ

કલેકટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડોકટર પૂર્વીબેન પટેલને સર્ટીફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

અંકલેશ્વર: અંદાડા ગામના હેલ્થ અને વેલનેસ સેન્ટરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ
X

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના હેલ્થ અને વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ પ્રાપ્ત થયો છે નેત્રંગ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કલેકટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડોકટર પૂર્વી પટેલને સર્ટીફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો..

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર .જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ,દ્વારા ભરૂચ જિલ્લામાં એન ક્યુ.એ.એસ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યું.આ પ્રોગામ અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા "હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર"ની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે.

જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફના આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. એન.ક્યુ.એ.એસ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી, ઓપીડી, લેબોરેટરી, આઈપીડી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ જેવી વિવિધ બાબતોનું અને આરોગ્ય સેવાઓનું કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમના નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.જેમાં વર્ષ ૨૦૨૩- ૨૪ દરમિયાન ભરૂચ જિલ્લાનું સૌ પ્રથમ અંદાડાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરને 84 ટકા સાથે તમામ માપદંડોમાં ખરાં ઉતરતાં ત્રણ વર્ષ માટે સંપૂર્ણ ગુણવતાસભર પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

છે ત્યારે 26 જાન્યુઆરી ના રોજ નેત્રંગ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી માં કલેકટર તુષાર સુમેરા ના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડોકટર પૂર્વીબેન પટેલને સર્ટીફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સર્ટીફિકેટ અને એવોર્ડ એનાયત પ્રસંગે અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા સહીત અંદાડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો

Next Story