/connect-gujarat/media/post_banners/fb5cec93717ed432086a12f2e17952bf3dcc6f2fdd0a1e2e3119577069069955.jpg)
અંકલેશ્વરના એનિમલ લવર ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું
ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે. જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. તો આ કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે.અંકલેશ્વર શહેરની એનિમલ લવર ગ્રુપના સભ્ય કૌશિક ભાઈ,મોહિત ભાઈ,પપુ ભાઈ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવના હસ્તે શહેરીજનોને અંકલેશ્વર તાલુકા પંચાયત નજીક પશુ-પક્ષીઓ ગરમીમાં પાણી માટે વલખા ન મારે તેવા સુંદર ઉદ્દેશ સાથે પાણીના કુંડાઓનું વિતરણ વિના મૂલ્ય કરવા આવ્યું હતું.