/connect-gujarat/media/post_banners/0b26fa8f84077ece7a50505125eaee4c0b4e4dab8bd2128354dcc8667f51a2e5.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર આવેલી બેન્સન હોટલના મેનેજર મહંમદ મુનાફ હુસેનખાન સિંધી ગત તા. 8મી મેના રોજ હોટલ પર હતા. આ દરમિયાન હોટલની બાજુમાં રહેલ ગિફ્ટ સ્ટોરમાં નોકરી કરતો મુહદિશ દાઉવા પણ ગિફ્ટ સ્ટોર પર હાજર હતો, ત્યારે તે સમયે સ્વિફ્ટ કાર હોટલ પર આવી હતી.
જેમાંથી 2 પુરુષ અને 1 મહિલા નીચે ઉતર્યા હતા. જેઓએ સ્ટોરના કામદારને વિદેશી નાગરિક હોવાનું કહી પોતાની વાતોમાં ભોળવીને વિદેશી કરન્સી બતાવી ભારતીય ચલણી નોટો બતાવવાનું કહ્યું હતું. મુહદિશ દાઉવાએ તેના પાસે રહેલ 500 રૂપિયાની ચલણી નોટોનું 10 હજાર રૂપિયાનું બંડલ આપતા જ તેમાંથી 4 હજાર રૂપિયા કાઢી લઈ ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ હોટલના મેનેજરે રોકડ ચેક કરતા તેમાંથી 4 હજાર રૂપિયા ઓછા જણાઈ આવ્યા હતા. આ ઉપરાંત ગિફ્ટ સ્ટોરમાંથી અન્ય સામાન પણ લઈ ગયા હતા. હોટલ માલિકને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ત્રણેય ભેજાભાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પોલીસે હોટલમાં રહેલા CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.