New Update
/connect-gujarat/media/post_banners/f1e1334b9e072d2510d032c1cd0fc11020f4e6504376dfdc1ed325a6f693eaa3.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને 124 નંગ હેન્ડકાર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કેન્દ્રીય 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 11.16 લાખના ખર્ચે પાલિકાના સફાઈ કામદારો માટે 124 નંગ હેન્ડ કાર્ટની ખરીદી કરવામાં આવી હતી, ત્યારે હવે પાલિકા સફાઈ કામદારોને કચરો ભરવામાં મુશ્કેલી ન પડે અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી સફાઈ કામદારોને હેન્ડ કાર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, સેનીટેશન ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.