/connect-gujarat/media/post_banners/a40f3f07bb27d45b28ed82d0fa2d6c084e80810cc259d9648798c0d142c5cc02.webp)
અંકલેશ્વર તાલુકા પોલીસને મળી મોટી સફળતા
કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું
ટેન્કરમાંથી કેમિકલ કરાતુ હતું સગેવગે
રૂ.66 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત
અંકલેશ્વર તાલુકા પોલીસે પરિવાર હોટલના પાર્કિંગમાંથી કેમિકલ સગેવગે કરતા બે ટેન્કર ચાલકો સહીત ત્રણ ઇસમોને બેન્જીન સોલ્વન્ટ અને ટોલ્યુનના જથ્થો મળી કુલ ૬૬.૭૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ગતરોજ ટેન્કર નંબર-જી.જે.૦૬.એ.એક્સ.૫૫૨૫માં સુરતના હજીરા રિલાયન્સમાંથી બેન્જીન સોલ્વન્ટ અને ટેન્કર નંબર-જી.જે.૦૬.એ.ઝેડ.૫૫૯૨માં ટોલ્યુન કેમિકલનો જથ્થો લઇ ચાલક બ્રજેશકુમાર અશોકકુમાર પાલ અને રામ વિલાસ શાંતિલાલ યાદવ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં જવા નીકળ્યા હતા તે દરમિયાન બંને ટેન્કરના ચાલકો અન્ય ઇસમની મદદ વડે અંકલેશ્વરની પરિવાર હોટલના પાર્કિંગમાં વાલ્વના નટ બોલ્ટ ઢીલા કરી જવલનશીલ ટોલ્યુન અને બેન્જીન સોલ્વન્ટ કારબામાં કાઢી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી કેમિકલ સગેવગે કરતા બંને ટેન્કરના ચાલકો ચાલક બ્રજેશકુમાર અશોકકુમાર પાલ અને રામ વિલાસ શાંતિલાલ યાદવ તેમજ મોહમંદ યાકુબ મોહમંદ ઇદ્રીશખાનને ઝડપી પાડ્યો હતો અને ત્રણ ફોન અને કેમિકલનો જથ્થો મળી કુલ ૬૬.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.