New Update
/connect-gujarat/media/post_banners/00a22cc37f77a28a2b43ea46e55cfcf312c394150ca2dc050782a9c108e18289.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શારદા ભવન ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો નાણા ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વરના શારદા ભવન ખાતે યોજાયેલ વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિત અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.