/connect-gujarat/media/post_banners/8aa7463eec7d97f8ea1875871fc3289fbf8bca91a043bfc2a80ac8c1d40a6c34.webp)
અંકલેશ્વર કોર્ટે ઉમિયા ગેસીસના સંચાલકને 18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.
ભરૂચની યોગી ટાઉનશીપમાં રહેતા સ્નેહલ પટેલ ઉમિયા ગેસીસના પ્રોપરાઈટર છે. તેઓની મિત્રતા અંકલેશ્વરના ગડખોલના વેપારી મૌલિક દાણી સાથે થઈ હતી. બે વર્ષથી મિત્રતામાં વ્યવસાય અને અંગત કામ માટે જરૂર પડતા વર્ષ 2016 માં સ્નેહલભાઈએ તેમની પાસેથી 28 લાખ લીધા હતા. જેમાં ટુકડે ટુકડે થોડા નાણાં અપાયા હતા.બાકીના 8 અને 10 લાખના બે ચેક આપવામાં આવ્યા હતા. જે બેંકમાં નાખતા રીટર્ન થયા હતા. જે અંગે વારંવાર રજુઆત અને નોટિસ આપવા છતાં નાણાં નહિ અપાતા વેપારીએ મિત્ર સામે નેગૉશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ કર્યો હતો.અંકલેશ્વર ત્રીજા એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટ્રેટ વિજય મકવાણાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. કોર્ટે ગેસ એજન્સીના સંચાલકને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ અને 18 લાખ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.