Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ...

X

ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

GHB યુવા મંડળ તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજીત કરાય

શૂરવીર ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ટુર્નામેન્ટ યોજાય

દાનની રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે

ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની હાજરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં GHB યુવા મંડળ તરફથી શૂરવીર ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.


અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં GHB યુવા મંડળ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ દાન રકમ ભેગી થશે તે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 50થી પણ વધુ ટીમ દ્વારા ભાગ લેવામાં આવશે, અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિના સુધી રમાડવામાં આવશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આરંભ પ્રસંગે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story