અંકલેશ્વર: GIDCમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

જી.આઈ.ડી.સી.ની આર.સી.એલ.કોલોની પાસે નવજીવન ગ્રાઉન્ડ પાસેથી ઈંગ્લેંડ-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા સટ્ટોડિયા પાસેથી ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર: GIDCમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આર.સી.એલ.કોલોની પાસે નવજીવન ગ્રાઉન્ડ પાસેથી ઈંગ્લેંડ-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા સટ્ટોડિયા પાસેથી ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આર.સી.એલ.કોલોની પાસે નવજીવન ગ્રાઉન્ડ પાસે ઈંગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ સીરીઝની મેચ રમાઈ જે મેચ ઉપર કેટલાક ઈસમો ઓનલાઇન મોબાઈલમાં સટ્ટો રમી રહ્યા છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીના.હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ સહિતના સ્ટાફે રેડ પાડી હતી પોલીસે સ્થળ પરથી એક ઈસમને મોબાઇલ ફોનમાં ઈંગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ સીરીઝની મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો પોલીસે તેના પાસેથી રોકડા ૨ હજાર અને ત્રણ ફોન મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે મૂળ વિસનગર અને હાલ આર.સી.એલ.કોલોનીમાં રહેતો સટ્ટોડિયો મહેન્દ્ર ઉર્ફે જેહૂ નટવર વાળંદને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ ઈસમને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

#Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #accused #arrests #Crime branch #betting #Cricket Match
Here are a few more articles:
Read the Next Article