અંકલેશ્વર: ગાઢ ધૂમમ્સ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો, વાહનચાલકોને હાલાકી

અંકલેશ્વર: ગાઢ ધૂમમ્સ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો, વાહનચાલકોને હાલાકી
New Update

અંકલેશ્વર ઢંકાયું સફેદચાદરથી

ગાઢ ધૂમમ્સ છવાતા વિઝીબલિટીમાં ઘટાડો

વાહન વ્યવહારને અસર

હિલસસ્ટેશન જેવો જોવા મળ્યો નજારો

અંકલેશ્વરમાં આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે વિઝીબલિટીમાં ઘટાડો થયો હતો તો બીજી તરફ હિલ્સસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો

ભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી. ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનોના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.

#ConnectGujarat #Ankleshwar #motorists #visibility
Here are a few more articles:
Read the Next Article