Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: વીજ ચેકિંગમાં ગયેલ DGVCLની ટીમ પર ટોળાં દ્વારા હુમલો,પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો

વીજ કંપનીના ચેકીંગમાં રહેલી 8 ટીમો ઉપર કસ્બાતીવાડમાં 50 થી 60 ના ટોળાંએ ઘેરી હુમલો, સોનાની ચેઇનની લૂંટ સહિત વાહનની તોડફોડ કરવાના મામલામાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર: વીજ ચેકિંગમાં ગયેલ DGVCLની ટીમ પર ટોળાં દ્વારા હુમલો,પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો
X

અંકલેશ્વર શહેરમાં વીજ કંપનીના ચેકીંગમાં રહેલી 8 ટીમો ઉપર કસ્બાતીવાડમાં 50 થી 60 ના ટોળાંએ ઘેરી હુમલો, સોનાની ચેઇનની લૂંટ સહિત વાહનની તોડફોડ કરવાના મામલામાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મંગળવારે અંકલેશ્વર શહેરમાં માસ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જુદા જુદા વિસ્તારોમાં 101 ચેકીંગ ટીમ, 126 પોલીસ બંદોબસ્ત સાથે 110 વાહનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.નવસારીના નાયબ ઈજનેર કશ્યપ કેવટ વીજ ચેકીંગની 8 ટીમો અને વીડિયોગ્રાફી સાથે ચેકીંગ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કસ્બાતીવાડ ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં મીટર બાયપાસ કરી વીજ ચોરી બહાર આવતા કેટલાક સ્થાનિકોએ હોબાળો શરૂ કર્યો હતો.50 થી 60 લોકોનું ટોળું ભેગું કરી વીજ અધિકારીઓ અને ટીમો સાથે ઘર્ષણમાં ઉતરા હતા. જેમાં પણ બે કર્મચારીઓને ધક્કામુક્કી, ઢોલધપાટ અને મુક્કા મારતા તેમના શર્ટ ફાટી જવા સાથે ચશ્મા પણ તૂટી ગયા હતા.દરમિયાન ટોળા દ્વારા નાયબ ઇજનેરે ગળામાં પહેરેલી રૂપિયા 1.18 લાખની સોનાની ચેઇન પણ કોઈએ આંચકી લીધી હતી. જ્યારે વીજ કંપનીના વાહન ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખવા સાથે નુકશાન કર્યું હતું. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રાયોટિંગ,સરકારી કામમાં અડચણ અને લૂંટ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story