અંકલેશ્વર: માઁ નર્મદા નદીના તટ પર શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવની ધર્મભીની ઉજવણી

New Update
અંકલેશ્વર: માઁ નર્મદા નદીના તટ પર શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવની ધર્મભીની ઉજવણી

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામ માઁ નર્મદા નદીના તટ પર શાંત અને રમણીય વાતાવરણમાં અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ના છઠ્ઠા પાટોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.


શ્રી નર્મદેશ્વર મહાદેવ તેમજ શ્રી મહિષાસુર મર્દિની માતાના સાનિધ્યમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી સવાર થી શિવ શક્તિની મહાપુજા નવચંડી યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા,જ્યારે સાંજના સમયે પાવન શલીલા માઁ નર્મદા મૈયાને એક કિનારે થી બીજા કિનારા સુધી ચૂંદડી ઓઢાડવામાં આવી હતી,વધુમાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાહવો લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

માઁ રેવાના કિનારે વસેલા આ મંદિરે અનેક વખત પૂરના રૌદ્ર સ્વરૂપનો સામનો કર્યા બાદ પણ આજે આ મંદિર અડીખમ છે અને મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે.પટોત્સવના આયોજક શાસ્ત્રી આશિષભાઈ પંડ્યા એ જણાવ્યું હતું જે સ્થાનિક ગ્રામજનો અને સાથી મિત્રો સહિત દાતાશ્રીઓના સહયોગ થી પાટોત્સવના રસથાળમાં ભક્તો તરબોળ બન્યા હતા,અને આ પ્રસંગે તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories