/connect-gujarat/media/post_banners/07666ca2989eacf066b3d46b2c577dfbe48bfc082db9752947010f48b1675c6f.jpg)
વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર GIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
જેથી હવે અહીનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ ડાયવર્ટ થયો છે, જેના કારણે મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ બળબળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વારંવાર થતાં ટ્રાફિક જામને પહોચી વળવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ભરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.