આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વર્ષ 2022 થી 2023 સુધી સમગ્ર વર્ષ અમ્રુત મહોત્સવની ઉજવણી કરવાનું જાહેર કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશના દરેક જીલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા તેઓએ સૂચન કર્યું હતું જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાનાં સિસોદરા ગામે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર સિસોદરા ગામે નિર્માણ પામેલ અમૃત સરોવર ખાતે આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ..
જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય રોનીશા વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.એન.મહેતા, ગૌરવભાઈ,સિસોદરા ગામના સરપંચ ગાયત્રી વખારિયા, ડે.સરપંચ મુકેશ વશી તેમજ આમંત્રિતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમૃત સરોવરના નિર્માણ થકી ગામમાં પાણીની સમસ્યા હલ થાય અને ભૂગર્ભ જળ ઊંચા આવે એ હેતુથી દરેક જીલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તળાવની ફરતે શુશોભન કરી ગ્રામજનો માટે નજરાણું પૂરું પાડવામાં આવી રહ્યું છે....