New Update
/connect-gujarat/media/post_banners/fa9018889f84661d7129e2c52a2d539983db39d55def208e010d283f68869fae.webp)
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતી મહિલા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 40 નંગ બોટલ મળી કુલ રૂપિયા 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે મહિલા બુટલેગર અને વિદેશી દારૂનો જથ્થો આપનાર ઈસમને ઝડપી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories