Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ATM સેન્ટરમાં મદદ કરવાના બહાને ગ્રાહક સાથે રૂ.17 હજારની છેતરપિંડી,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામના દેવળ ફળિયામાં રહેતી દક્ષાબેન રાકેશ વસાવા ગત તારીખ-૨૬મી ફેબ્રુઆરીના રોજ પતિ સાથે અંકલેશ્વર આવ્યા હતા

અંકલેશ્વર: ATM સેન્ટરમાં મદદ કરવાના બહાને ગ્રાહક સાથે રૂ.17 હજારની છેતરપિંડી,પોલીસે તપાસ શરૂ કરી
X

અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલ એચ.ડી.એફ.સી.બેન્કના એટીએમ મિશનમાં ગ્રાહકનું કાર્ડ ફસાઈ જતા મદદ કરવાના નામે યુવતી સહીત બે ઈસમોએ રૂપિયા ૧૭ હજારની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામના દેવળ ફળિયામાં રહેતી દક્ષાબેન રાકેશ વસાવા ગત તારીખ-૨૬મી ફેબ્રુઆરીના રોજ પતિ સાથે અંકલેશ્વર આવ્યા હતા જેઓને રૂપિયાની જરૂર પડતા તેઓ અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલ એચ.ડી.એફ.સી.બેન્કના એટીએમ સેન્ટરમાં ગયા હતા જ્યાં એટીએમમાં કાર્ડ નાખતા જ તે ફસાઈ ગયું હતું..

જે બાદ એક યુવતી આવતી હતી જેણે દંપતીને મદદ કરવાના નામે વાતોમા ભોળવી એટીએમમાં રહેલ નંબર ઉપર સિક્યુરિટી સાથે વાત કરવાનું કહેતા મહિલાએ તેને ફોન કરતા સામે વાળી વ્યક્તિએ મહિલા પાસે પાસવર્ડ મેળવી તેમાંથી અલગ અલગ રીતે કુલ ૧૭ હજાર વધુ ઉપાડી લઇ છેતરપીંડી કરતા યુવતી સહિત બે ઇસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story