New Update
/connect-gujarat/media/post_banners/e81b4bcfb714683d1607b79b75e951533e3760029103e2486c9b5e24a4128eef.jpg)
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેસિયાલિટી હોસ્પિટલ અને ઘરડા કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો,આ કેમ્પમાં આંખ, હાડકાંના ડૉક્ટર જનરલ ફિઝીશયન, કેન્સરના નિષ્ણાતો હાજર રહ્યા હતા. કેમ્પમાં 200થી વધારે લોકોએ લાભ લીધો હતો.
Latest Stories