Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા જોગર્સ પાર્ક ખાતે વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરાશે...

જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરવામાં આવનાર છે.

અંકલેશ્વર : લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા જોગર્સ પાર્ક ખાતે વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરાશે...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરવામાં આવનાર છે.


આગામી તા. 9 એપ્રિલથી ચૈત્ર મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ચૈત્ર મહિના દરમ્યાન લીમડાના વૃક્ષ પર વધુ પ્રમાણમાં મોર આવે છે. આ મોરના રસને પીવાનું અનેક ઘણું મહત્વ રહેલું છે. વહેલી સવારમાં લીમડાનો રસ પીવાથી સ્કિનથી લઇને બીજી અનેકઘણી સમસ્યાઓ દૂર થાય છે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે, જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતા માટે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9 એપ્રિલ 2024થી 16 એપ્રિલ 2024 સુધી દરરોજ સવારે 5.30 કલાકથી 7 કલાક સુધી અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા લીમડાના તાજા રસનું સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે વિતરણ કરવા માટે આયોજન કરાયું છે, ત્યારે મોટી સંખ્યામાં અંકલેશ્વર GIDC સહિત આસપાસના વિસ્તારની સ્વાસ્થ્યપ્રેમી જનતા લીમડાના તાજા રસનું સેવન કરી પોતાને વધુ સ્વસ્થ અને મજબૂત બનાવે તેમજ આ સેવાકાર્યમાં સહભાગી થાય તે બદલ લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Next Story