New Update
/connect-gujarat/media/post_banners/3abcae6ea183f701fa915a104447e4a4be429cf9c02720088d670a763ffffb0b.webp)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શક્તિ ઇન્સ્યુલેટેડ વાયર્સ કંપની દ્વારા 15 કામદારોને નોટીસ આપ્યા વિના અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે કંપની કામદારોએ ગેટ બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, છેલ્લા 15 દિવસથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શક્તિ ઇન્સ્યુલેટેડ વાયર્સ કંપની દ્વારા 20 વર્ષથી કામ કરતા 15 કર્મીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે કામદારોએ નારાજગી વ્યક્ત કરી કંપનીમાં રજૂઆત કરી હતી. જે બાદ આજરોજ વધુ 15 કામદારોને કોઇપણ જાણ કર્યા વિના અચાનક છૂટા કરી દીધા હતા. જેને લઇ કામદારોએ ગેટ બહાર હલ્લો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ કંપની દ્વારા કામદારોના હિતમાં વહેલી તકે યોગ્ય પગલા નહી લેવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવાની કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી.
Latest Stories